ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/થ/થીંગડું

થીંગડું

સુરેશ હ. જોષી

થીંગડું (સુરેશ હ. જોષી; ‘બીજી થોડીક, ૧૯૫૮) પારવતી ડોશીના મૃત્યુ પછી પારવતીની સ્મૃતિઓથી ઘેરાયેલા પ્રભાશંકર વધુ ને વધુ એકલતા અને શૂન્યતાનો અનુભવ કરે છે અને એને થીંગડું દઈ શકતા નથી ત્યારે નાનો મનુ પ્રભાશંકરને વાર્તા કહેવા ઉત્તેજે છે. પ્રભાશંકર રાજકુંવર ચિરાયુની કથા માંડે છે. પૂર્વાર્ધની સામાજિક વાસ્તવિકતા અને ઉત્તરાર્ધની કપોલકલ્પનાથી વાર્તા સંતુલિત સંયોજન સાધે છે.
ચં.