ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/થ/થેન્ક યુ વિશ્વાસ
Jump to navigation
Jump to search
થેન્ક યુ વિશ્વાસ
અશ્વિની બાપટ
થેન્ક યુ વિશ્વાસ (અશ્વિની બાપટ; ‘૨૦૦૨ની શ્રેષ્ઠ વાર્તાઓ’, સં. હિમાંશી શેલત, ૨૦૦૩) પતિ અને પુત્રથી ઉપેક્ષિત અને ઉદાસીન જીવતી અધ્યાપિકા કોશા પર્વતારોહણ શિબિરમાં સાથી અધ્યાપક વિશ્વાસની મૈત્રી પામે છે. સંબંધ વિકસતાં કોશા વિશ્વાસને પૂછે છે: “તું મારી પાસેથી શું ઇચ્છે છે?” એનો વિશ્વાસે આપેલો જવાબ: “કશું જ નહીં, ફક્ત સાંનિધ્ય.” જીવનવિમુખ થઈ રહેતી કોશામાં સુંદર દેખાવાની ઇચ્છા જગવે છે. કથાની સામગ્રીનું અત્યંત લાઘવપૂર્વક થયેલું નિરૂપણ વાચકને, વાર્તામાંના અલિખિત અવકાશો પૂરવાનું સ્વાતંત્ર્ય બક્ષે છે.
ર