ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ધ/ધારો કે

ધારો કે

મધુ રાય

ધારો કે (મધુ રાય; ‘મધુ રાયની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૮૭) અમરતલાની પેઢીમાં કામ કરતા એક ગુજરાતી યુવકની દિનચર્યાની પૂર્વભૂમિકા પર તેના જન્મદિવસ નિમિત્તે એણે મિત્રને અંગ્રેજી ફિલ્મ બતાવવાનો કરેલો મનસૂબો, કાળાબજારની એક જ ટિકિટ લઈ શકાતાં કેવો ચેરાઈ જાય છે એનું નિરૂપણ કરતી વાર્તાના આરંભ-અંતે એ યુવક કેશવલાલ ધારો કે વાચક જ છે એવી ધારણા વાર્તાને વધુ પ્રભાવક બનાવે છે.
ર.