ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ધ/ધીમું ઝેર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ધીમું ઝેર

ધીરુબહેન પટેલ

ધીમું ઝેર (ધીરુબહેન પટેલ; ‘એક લહર’, ૧૯૫૭) પરજ્ઞાતિના ગરીબ યુવકને પરણવાની જીદ લઈ બેઠેલી લીલાને એના તવંગર કાકા ક્રમશઃ તવંગરી જીવનની ટેવ પડાવી, ગરીબ યુવકની ગૃહિણી બનવાના સ્વપ્નમાંથી શી રીતે બહાર ખેંચી કાઢે છે એ આ વાર્તામાં સહજતયા નિરૂપાયું છે. લીલાના પાત્રનું ધ્રુવસ્થ પરિવર્તન અપ્રતીતિકર નથી બનતું એ વાર્તાની જમા બાજુ છે. ર.
ચં.