ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પગલીનો પાડનાર
પગલીનો પાડનાર
ઉમાશંકર જોશી
પગલીનો પાડનાર (ઉમાશંકર જોશી; ‘શ્રાવણી મેળો’, ૧૯૩૭) વૃદ્ધ શાંતારામને પાંચ દીકરીઓ વચ્ચે પુત્ર કિશન સાંપડેલો અને હવે પૌત્રીઓ હોવા છતાં કિશનને ત્યાં પુત્ર નહોતો. આથી એમની પૌત્ર જોવાની તીવ્ર વાસના પરાકાષ્ઠાએ પહોંચે છે. જાણે કે ડોસા ખોળિયું બદલતા હોય એમ વૃદ્ધ શાંતારામનું મૃત્યુ અને પૌત્રજન્મ એક સાથે થાય છે. વાર્તાનો પરાકાષ્ઠાએ પહોંચતો વેગ સંયત અને કલાત્મક છે.
ચં.