ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પગલૂછણિયું
Jump to navigation
Jump to search
પગલૂછણિયું
ઈલા આરબ મહેતા
પગલૂછણિયું (ઈલા આરબ મહેતા; ‘બળવો, બળવી, બળવું’, ૧૯૯૮) મૃત સાસુ હેમકુંવરથી, પતિ જમનાદાસથી અને મોટા ઘરમાં પરણાવેલી દીકરી જાસ્મીનથી સતત હડધૂત અને અપમાનિત થયાં કરતાં લીલાવંતી એક ક્ષણે બચતના પૈસામાંથી ગમતી કીમતી સાડી ખરીદીને દીકરીને ત્યાં લગ્નમાં જવાનું નક્કી કરે છે પણ દુકાનમાં જાય છે ને સાડીને બદલે પગલૂછણિયું ખરીદે છે! વર્ષોથી દબાયેલી સ્ત્રી એની આસપાસની કિલ્લેબંદીમાંથી બહાર નીકળી શકતી નથી- એનું વાર્તામાં ધ્વન્યાત્મક નિરૂપણ થયું છે.
પા.