ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પણ તિલોત્તમાનું શું?

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પણ તિલોત્તમાનું શું?

શિવકુમાર જોષી

પણ તિલોત્તમાનું શું? (શિવકુમાર જોષી; ‘શિવકુમાર જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૮૫) શાસ્ત્રીય સંગીતના જલસામાં, બે-ત્રણ પ્રયત્ન પછી પણ જે તાન ઉસ્તાદ નન્નુમિયાં પૂરી ન કરી શક્યા તેને જમીનદારની નાની વહુ તિલોત્તમા સરળતાથી પૂરી કરે છે. તેની આવી સિદ્ધિ, એ ગાયિકા વ્રજેશ્વરીદેવીની પુત્રી છે તે રહસ્ય પ્રગટ કરી દે છે. પછી તિલોત્તમાનું શું થયું - એવા વાર્તાશ્રોતાના સવાલનો જવાબ વાર્તાકથક દ્વારા એકાધિક વિકલ્પ રૂપે અપાતો નિરૂપી વાર્તાકાર વાર્તાને સુખદ કલ્પના તથા દુઃખદ વાસ્તવનો સ્પર્શ આપે છે.
ર.