ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પોપટ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પોપટ

રીના મહેતા

પોપટ (રીના મહેતા; ‘ગુજરાતી નવલિકાચયન’ : ૨૦૦૨, સં. નવનીત જાની, ૨૦૦૪) વહેમી, ઝેરીલો, નિર્લજ્જ, દંભી પતિ રમુકાકો તેની પત્ની નિરુને સદાય અપમાનિત, ઉપેક્ષિત રાખે છે. અભદ્ર આરોપો અને કુટુંબીજનો દ્વારા થતી અવહેલનાની પીડાથી નિરુ બળી મરે છે. બરડ-બરછટ રમુકાકા અને સરળ-સાલસ-મૃદુ-ઉમંગી નિરુમાસીનું ભડકે બળતું દાંપત્ય વાર્તાનું નાભિકેન્દ્ર છે. મૃત્યુ સિવાય જેનું અન્ય કોઈ વારણ નથી તેવી નારી-વેદનાની વિભીષિકાનું કરુણગર્ભ આલેખન ભત્રીજી હેમુના કથન રૂપે થયું છે.
ઈ.