ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પોલિટેક્નિક

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પોલિટેક્નિક

મહેન્દ્રસિંહ પરમાર

પોલિટેક્નિક (મહેન્દ્રસિંહ પરમાર; ‘૨૦૦૦ની શ્રેષ્ઠ વાર્તાઓ’, સં. હર્ષદ ત્રિવેદી, ૨૦૦૧) વસ્તી-વધારાથી અદોદળા થઈ ગયેલા શહેરની સ્ત્રીઓએ હવે હાજતે ક્યાં જવું – એ સમસ્યા છે. ક્રમશઃ બાદ થતી જતી વૈકલ્પિક જગ્યાઓને કારણે હાજત રૂંધાપણથી અકળાયેલી સ્ત્રીઓ અંતે, કોશ-કોદાળી સાથે કૂચ કરીને, પોલિટેક્નિક કૉલેજના મેદાન ફરતી ચણાયેલી વંડી તોડી નાખે છે. વિકસી રહેલા શહેરની આ સમસ્યાનો ઉકેલ તિર્યક શૈલીથી આલેખાયો છે. ભુલાઈ ગયેલી વિકેન્દ્રીકરણની વાત અહીં કલાત્મક રીતે કહેવાઈ છે.
ર.