ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પ્રકાશનું સ્મિત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પ્રકાશનું સ્મિત

ગુલાબદાસ બ્રોકર

પ્રકાશનું સ્મિત (ગુલાબદાસ બ્રોકર; ‘બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૭૫) બાપદાદાનો ધીકતો ધંધો છોડી લેખનનો વ્યવસાય કરતા પ્રકાશને પ્રશ્ન થાય છે કે સાહિત્યસર્જનથી પોતે શું કમાયો? પણ મૃત્યુપથારી પર પડેલી મિત્ર-પત્ની એને યાદ કરે છે. એવું જાણી એને મળવા ગયેલો પ્રકાશ દરદીએ કરેલી એની કવિતાની પ્રશંસા સાંભળે છે અને એના મનનું સમાધાન થઈ જાય છે - આવું વસ્તુ ધરાવતી વાર્તા સાહિત્યજગતની આબોહવાના નિરૂપણથી ધ્યાન ખેંચે છે.
ર.