ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પ્રતિશોધ
Jump to navigation
Jump to search
પ્રતિશોધ
હરિકૃષ્ણ પાઠક
પ્રતિશોધ (હરિકૃષ્ણ પાઠક; ‘મોરબંગલો’, ૧૯૮૮) સરપંચની ઘોડીને પલોટી, ગાડીએ જોડી હાંકતો શિવો સરપંચની દીકરી કાશી સાથે કંઈક વાંકું પડતાં નગરશેઠના વછેરાને પલોટી એમની ગાડી હાંકવા માંડે છે. બેય ઘોડાગાડી બજારમાં સામસામી થઈ ગયા પછી નદીકાંઠે ચરતા વછેરાથી સરપંચની ઘોડી દવરાવાઈ જાય છે પણ ખુન્નસભરેલો શિવો વછેરાની દાંડીએ સળગતી સિગારેટ ચાંપતાં એની લાતથી મરે છે. કાશીને કાને વાત પડતાં એ કહે છે: ‘ઈનાથી બીજું થાય ઈમેય હતું?’ વછેરા ને ઘોડીના પ્રતીકાત્મક નિરૂપણથી વાર્તા ધ્યાન ખેંચે છે.
ર.