ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ભ/ભળભાંખળું

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ભળભાંખળું

માવજી મહેશ્વરી

ભળભાંખળું (માવજી મહેશ્વરી; ‘નવનીત-સમર્પણ’ ઓક્ટો., ૨૦૦૩) વરસાદની રાહ જોઈને થાકેલો ખેડૂત મેઘરાજ બિયારણ, બળદ બધું ઠેકાણે પાડી મજૂરી કરવા જવા ઉતાવળો થાય છે પણ એની વહુ હિંમત અને ધરપતથી કામ લેવા કહે છે. વહેલી સવારે મેઘરાજના ગાલે વરસાદનું ટીપું પડે છે. એના આનંદમાં ફેરફુદરડી ફરી જઈ કહે છે – ‘બચુબાવા, કે તારા મા’દેવને કે ઈ સગલો થઈને પડે, આ મૂંગા જીવ કે’દુના વાટ જુએ છે.’ સરળ હૃદયના ખેડૂતનો મૂંઝારો અને એની મોજ અહીં વાસ્તવ રૂપે લાઘવથી આલેખાયાં છે.
ઈ.