ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ભ/ભાથીની વહુ
ભાથીની વહુ
પન્નાલાલ પટેલ
ભાથીની વહુ (પન્નાલાલ પટેલ; ‘દિલની વાત’, ૧૯૬૨) ભાથી જેવા વેઠિયાનું ઘર માંડવા માટે ભાથીની વહુ તૈયાર નથી અને અનેક વાર લડીને પિયર ચાલી જાય છે. છેલ્લી વાર પિયર ચાલી ગયા પછી ભાથી પત્ની તરફની કૂણી લાગણીને કારણે બીજી વાર પરણવાને બદલે બધું વેચી સાટીને ચાલ્યો જાય છે ત્યારે પિતાના ઘરથી તરછોડાયેલી એની પત્ની પાછી આવી એના બંધ ઘરનું તાળું તોડીને રહે છે અને હવે દિલથી ભાથીની રાહ જુએ છે - એવું કથાનક ભારાડી પત્નીના કૂણા ભીતર સુધી પહોંચે છે એ એની લાક્ષણિકતા છે.
ચં.