ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મુકુલ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મુકુલ

બળવંતરાય ઠાકોર

મુકુલ (બળવંતરાય ઠાકોર; ‘દર્શનિયું’, ૧૯૨૪) માના મૃત્યુ પછી મુકુલને નિશાળમાં કોઈ કારણસર શિક્ષકનો માર પડતાં અને ઘરે પિતાનો હડસેલો લાગતાં એની શારીરિક સ્થિતિ નાજુક બને છે અને એ બેભાન થાય છે. બેભાન અવસ્થામાં આવેલું માનું સ્વપ્ન એને ફરી ચેતનવંતો કરે છે - આવું કથાનક ક્યાંક કાવ્યાત્મક બનતું હોવા છતાં ઉપદેશાત્મક અને વાચાળ રહ્યું છે.
ચં.