ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મૃત્યુનો જંપ
Jump to navigation
Jump to search
મૃત્યુનો જંપ
જયન્ત પરમાર
મૃત્યુનો જંપ (જયન્ત પરમાર; ‘નદીનાં નીર’, ૧૯૫૬) સહેલાણી તરીકે ગયેલો વાર્તાનાયક, શહેનશાહ નામના કાશ્મીરી નોકર અને એની વૃદ્ધ માના પરિચયમાં આવે છે. ત્યારબાદ જીવલેણ તાવમાં સપડાયેલો શહેનશાહ સારવાર મળતાં બચી જાય છે પણ એની મા તાવમાં સપડાઈને મૃત્યુ પામે છે. અહીં શહેનશાહ પાસેથી ટળેલા મૃત્યુએ એની માને હરીને જ જંપ લીધો એવો મર્મ અતિપ્રગટપણે ઉપસાવવામાં આવ્યો છે.
ચં.