ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મેઘો ગામેતી
Jump to navigation
Jump to search
મેઘો ગામેતી
પન્નાલાલ પટેલ
મેઘો ગામેતી (પન્નાલાલ પટેલ; ‘જિંદગીના ખેલ’, ૧૯૪૧) દુકાળના કારમા વર્ષમાં એક બાજુ વેરો વસૂલ કરનાર સરકારના સિપાહીઓની બંદૂકો અને બીજી બાજુ જીવ પર આવેલા ભીલોનાં હુલ્લડ - આ બંને ભયને સમજ અને વાત્સલ્યથી પાછા ઠેલતા ગામેતી મેઘા રાતનું ચરિત્ર આ વાર્તાના કેન્દ્રમાં છે. મેઘા રાતની મનોમન બદલાતી વ્યૂહરચનાનું ગતિશીલ માળખું લેખકે આબાદ રીતે ઝડપ્યું છે.
ચં.