ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મેલી મથરાવટી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મેલી મથરાવટી

રાઘવજી માધડ

મેલી મથરાવટી (રાઘવજી માધડ; ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા : ૨’, સં. રઘુવીર ચૌધરી, ૧૯૯૯) મજૂરી કરીને પેટ પાળતી રૂપાળી ગંગાને એના બીમાર બાપાને માટે, આગોતરી મજૂરી ચૂકવવાના બદલામાં ગામમુખી ભોગવે છે. ગર્ભવતી ગંગાને ગમેતેમ પરણાવી દેવાની સલાહ એના બાપાને આપતાં ગામલોકો વચ્ચે ઊભેલા મુખીને બતાવીને ગંગા કહે છે: “ધ્યાન રાખવાવાળીના… તારા બાપાને કે’તો હો તો!” અને પછી જિન્દગી ટૂંકાવી નાખે છે. પોતે હલકું વરણ છે - એનો સ્વીકાર કરીને ઝૂકી જતી આગલી પેઢી અને પૂરા સંઘર્ષ પછી તૂટી જતી નવી પેઢી વચ્ચેનો ભેદ અહીં બળકટ રીતે આલેખાયો છે.
ર.