ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મોજું
Jump to navigation
Jump to search
મોજું
સત્યજિત શર્મા
મોજું (સત્યજિત શર્મા; ‘શબપેટીમાં મોજું’, ૧૯૮૩) કાન આગળ કોઈ રિવોલ્વરની લાંબી નાળ ધરે છે એની સાથે ઊડતું પંખી, રાખ થતું પંખી, રાખમાંથી ખંજર સાથે ઊઠતી સ્ત્રી, સસલાના પેટમાં ખંજર ભોંકાતાં ઊડેલો લોહીનો ફૂવારો - જેવી ભય - અપરાધની પરાવાસ્તવવાદી કલ્પનશ્રેણીઓ જન્મે છે અને હત્યા-હિંસાની સૃષ્ટિને ખડી કરે છે. રૂપો બદલતી સર્જકચેતના વાર્તાનું મુખ્ય બિન્દુ છે.
ચં.