ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મે’માન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મે’માન

જિતેન્દ્ર પટેલ

મે’માન (જિતેન્દ્ર પટેલ; ‘ગુજરાતી નવલિકાચયન: ૨૦૦૦’, સં. શરીફા વીજળીવાળા, ૨૦૦૨) ચોથી ચોપડી ભણતા કિશોરને ઘેર મહેમાન ફૂઆ આવે છે. ઘરે કોઈ મહેમાન થાય એ ઘરધણિયાણીને પોસાતું નથી. ઘરમાં દુઝાણું હોવા છતાં એ વેજીટેબલ ઘીના લાડવા ખવરાવે છે ને મહેમાનને શેરણા જેવું થઈ જાય છે. ઘેર જવા બસમાં બેઠા પછી હાજતને કારણે, ખિસ્સું કપાઈ ગયું છે - એવું બહાનું કાઢી ચાલતા થઈ સહજ દૂર જતાં મહેમાન ફૂઆ કિશોરને પૂછે છે – બટા, આટલામાં દિશાએ જવા જેવું ક્યાં? માની કંજૂસાઈ, મહેમાનનો સંકોચશીલ સ્વભાવ, મોટા ભાઈની ચાલાકી અને કિશોરનું ભોળપણ - આસ્વાદ્ય નીવડે છે.
ઈ.