ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ર/રાનાપીલીવાનીજા
રાનાપીલીવાનીજા
સરોજ પાઠક
રાનાપીલીવાનીજા (સરોજ પાઠક; ‘સરોજ પાઠકની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૮૧) નાયિકા વર્ષો પછી પોતાના પ્રિય પાત્ર સાથે ટ્રંકકોલ પર મળવા આતુર બને છે પરંતુ લાગેલા કૉલમાં આવતા અવાજ સામે એ કોઈ પ્રત્યુત્તર વાળતી નથી. પ્રિયજનનો અવાજ જ નાયિકાની તૃપ્તિનું કારણ બને છે. ટૂંકકોલના માધ્યમનો કરેલો ઉપયોગ પ્રયોગ રૂપે ધ્યાન ખેંચે છે.
ચં.