ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ર/રુક્મિણી હિંમતલાલ દવે

રુક્મિણી હિંમતલાલ દવે

વિજય શાસ્ત્રી

રુક્મિણી હિંમતલાલ દવે (વિજય શાસ્ત્રી; ‘૨૦૦૩ની શ્રેષ્ઠ વાર્તાઓ’, સં. દીપક દોશી, ૨૦૦૪) ઘરની સામે રહેતા રમેશને ચાહતી હોવા છતાં ભાગી જવાની હિંમત ન હોવાને કારણે રુક્મિણીને હિંમતલાલ સાથે લગ્ન કરવાં પડે છે. મામા-મામીને ત્યાં રહેતી એની નાની દીકરી પ્રેમી રમેશ સાથે ભાગી જાય છે. પોતે જે ન કરી શકી એ નાની દીકરીએ કરી દેખાડ્યું - એવા વિચારથી તેની આંખોમાં આનંદનાં આંસુ આવે છે પણ પતિને તે શોકનાં આંસુ લાગે છે. નારીના ચિત્તનો અગોચર ખૂણો અહીં સહજતયા પ્રત્યક્ષ થયો છે.
પા.