ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ર/રુદિયાનું દરદ
રુદિયાનું દરદ
ઈશ્વર પેટલીકર
રુદિયાનું દરદ (ઈશ્વર પેટલીકર; ‘લોહીની સગાઈ’, ૧૯૫૨) ઉત્તર ગુજરાતથી ચરોતરમાં દીકરી મણિ સાથે મજૂરી કરવા આવેલો સોમો માંદો પડતાં મિશનના દવાખાનામાં દાખલ થાય છે પણ ભીખ માગવા ગયેલી દીકરી પાછી ન ફરતાં ગામડે ગામડે શોધવા નીકળે છે. અંતે કોઈ આશ્રમમાં દીકરી પાછી આવતાં આશ્રમને નાણાં ચૂકવવાં પડશે એમ માની દીકરીને લઈને શ્રમપૂર્વક દોડવા જતાં મૃત્યુ પામે છે. જાતિવાદની તેમ જ સામાજિક આર્થિક પ્રશ્નની સમસ્યાઓ વાર્તાની પછીતે પડઘાતી રહી છે.
ચં.