ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ર/રેણ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
રેણ

ઘનશ્યામ દેસાઈ

રેણ (ઘનશ્યામ દેસાઈ; ‘ટોળું’, ૧૯૭૭) પત્ની અને પુત્રને ઢોરમાર મારતો પિતા પેશાબ કરવા જાય છે ત્યારે, માર ખાઈને અધમૂઆ થઈ પડેલા પુત્રને, પૂર્વે બાપનો માર ખાઈને ભાગી ગયેલો મોટો ભાઈ કહે છે કે બાપાને એકી કરવાની જગ્યાએ રેણ કર્યું હોય તો? અસહ્ય દુઃખ વેઠતા બાળમનમાં ઉદ્ભવતો વેર વાળવાનો આ તરંગ વાર્તાના ઘેરા કરુણને મરકતો કરી દે છે.
ર.