ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ર/રૂંવે રૂંવે આગ
રૂંવે રૂંવે આગ
રમેશ જાની
રૂંવે રૂંવે આગ (રમેશ જાની; ‘જતાં જતાં...’, ૧૯૬૮) ઝવેર પટેલની દીકરી અંબા અને એમની નવી વહુ કંકુ - બેય સાથે આડો સંબંધ ધરાવતો છગન એનાથી બેજીવી બનેલી અંબાને વેચી મારે એ પહેલાં, સાવકી મા સાથેના એના સંબંધની જાણ થતાં અંબા જાતે સળગી, પૈસાના લોભે એને બચાવવા આવતા છગન પર તાંસળી ભરીને કેરોસીન છાંટી એને મરણબાથ ભીડી લે છે. પુરુષની કામુકતા અને સ્ત્રીની, જાતે મરી જઈ વેર લેવાની વૃત્તિ અહીં સશક્ત રીતે નિરૂપાઈ છે.
ર.