ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/લ/લોહનગર
Jump to navigation
Jump to search
લોહનગર
સુરેશ હ. જોષી
લોહનગર (સુરેશ હ. જોષી; ‘બીજી થોડીક’, ૧૯૫૮) રાજા ઉગ્રસેન, સુવર્ણપુરી અને માયાવતી રાજ્યના હુમલાઓથી બચવા સામંત રુદ્રદત્તની સલાહથી આબાલવૃદ્ધોની સહાય વડે નગરની ફરતે અને નગરને ઢાંકી દે એવું લોહમય આચ્છાદાન તૈયાર કરાવે છે પણ એથી તો નગરી નરી સુરક્ષિતતા વચ્ચે અંદર એકલી રહી જાય છે. આંધળી, બહેરી, મૂંગી સુરક્ષિતતા કેટલી ડરામણી હોઈ શકે એનું આ વાર્તામાં કપોલકલ્પનાને આધારે યથાર્થ નિરૂપણ થયું છે.
ચં.