ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/લ/લોહીતરસ્યો?

લોહીતરસ્યો?

ઉમાશંકર જોશી

લોહીતરસ્યો? (ઉમાશંકર જોશી, ‘શ્રાવણી મેળો’ ૧૯૩૭) નાના ભાઈ ખુશાલનો પુત્ર છગન જો મરણપથારીએ પડેલા પોતાના પુત્ર દીપુને લોહી આપીને બચાવે તો મોટો ભાઈ માધવ ઘર, જમીન બધું આપી દેવા તૈયાર છે પણ આ બેય ભાઈની ઓરમાન બહેન ચતુર, ખુશાલ અને છગનને ભંભેરીને વેરભાવ રોપે છે. ચતુરની શિખામણથી જ દીપુને પોતાનો ઓશિયાળો રાખવા છગન લોહી આપે છે. દીપુ છગન માટેનો વેરભાવ ભૂલી જઈ ચાહે છે. એથી હતપ્રભ છગન મૂંઝાઈને ચતુર પાસે રડે છે. વાર્તાના અંતનું વાક્ય આમ છે: “છગન રડતો હતો ને આંખને ટીપે ટીપે, ચતુરે કુલપ્રવાહમાં આડી નાખેલી શલ્યા પિગાળતો હતો.”
ઈ.