ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વટ
Jump to navigation
Jump to search
વટ
ઈશ્વર પેટલીકર
વટ (ઈશ્વર પેટલીકર; ‘પેટલીકર વાર્તાવૈભવ’, ૧૯૬૪) પાટીદારના ગામનાં બે તડાંમાં વહેંચાયેલા ગણેશ મહેતરને દાનો મહેતર મેણું મારે છે કે એમના તડાના પટેલોએ કોઈ દિ’ ગામ જમાડ્યું નથી જ્યારે એના તડાએ તો ત્રણ વાર ગામ જમાડ્યું! મેણાનો માર્યો ગણેશ, મોહન પટેલના બાપા દેવલોક થયા ત્યારે, કોઈને ય વાત ન કરવાનાં તુલસીમાનાં સોગન ખાઈ મોહનને ચાર હજાર રૂપિયા આપી ગામ-જમણ કરાવે છે. નિમ્નવર્ગીય માણસ પણ સ્વમાનની એંટમાં કેવી ઉદારતા દાખવે એનું આ વાર્તા દૃષ્ટાંત બને છે.
ર.