ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વધુ ને વધુ સુંદર

વધુ ને વધુ સુંદર

કુન્દનિકા કાપડિયા

વધુ ને વધુ સુંદર (કુન્દનિકા કાપડિયા; ‘વધુ ને વધુ સુંદર’, ૧૯૬૭) સ્વતંત્ર જીવવા માગતી પુષ્પા અનિલને પરણ્યા પછી માતૃત્વનો બોજ તેમ જ અનિલની માતાનો બોજ વેંઢારવાની મનોદશામાં નથી. પરંતુ અનિલના અકસ્માત મૃત્યુ પછી સાસુના મૃત્યુ પછી તેમ જ પુત્ર અને પુત્રવધૂની નવી પેઢીના સમભાવ પછી પુષ્પા એવા તારણ પર આવે છે કે દરેક પેઢીએ જીવન વધુ ને વધુ સુંદર બનવું જોઈએ. વાર્તામાં નિરૂપણ કરતાં વિચારનિબંધન અને તારણ અગ્રભાગ ભજવે છે.
ચં.