ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વરપ્રાપ્તિ

વરપ્રાપ્તિ

સુરેશ હ. જોષી

વરપ્રાપ્તિ (સુરેશ હ. જોષી; ‘અપિ ચ’, ૧૯૬૪) મેગ્નોલિયા ગોઠવતી લવંગિકા પાસેથી નાયક અતુલ માટે લગ્નસંમતિ લેવા આવ્યો હોય છે પરંતુ નાયકે સંતાડી રાખેલી વહુને લવંગિકા હાથ અને હોઠથી શોધી એની સંમુખ પોતે ખડી થઈ જાય છે. પ્રણયની કબૂલાતની ક્ષણ સુધી કાવ્યાત્મક રીતે ગતિ કરતી આ વાર્તા નાયક-નાયિકાના સંબંધનું સૂત્ર સુકુમાર રીતે ઝીલે છે
ચં.