ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વર્તુળ
વર્તુળ
સુરેશ હ. જોષી
વર્તુળ (સુરેશ હ. જોષી; ‘અપિ ચ’, ૧૯૬૪) મરી પરવારેલા બે દીકરા અને પત્નીની સ્મૃતિ સાથે લાભશંકર ઘર તરફ જતાં જતાં અનેક અવાજોથી ઘેરાઈ જાય છે અને પોતે સાવ ઉઘાડા પડી જશે એવી ભીતિથી સંતાવાની અનેક ઓથ શોધે છે પણ નિષ્ફળ જતાં શૂન્યની સામે હામ ભીડે છે અને ફરી એમની સામે સૂર્ય આંખ ખોલી રહે છે. વર્તુળ પૂરું થાય છે. ઇન્દ્રિયસંવેદનોની પ્રત્યક્ષતા અને રસોળી, મૃગજળ, ઇયળ જેવાં પ્રતીકો વાર્તાના કેન્દ્ર સુધી પહોંચવામાં અત્યંત સહાયક બને છે
ચં.