ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વર્ષગાંઠની ભેટ

વર્ષગાંઠની ભેટ

સુધીર દલાલ

વર્ષગાંઠની ભેટ (સુધીર દલાલ; ‘વ્હાઈટ હૉર્સ’, ૧૯૭૦) પતિના જન્મદિવસની સવારથી રાત સુધીની દિનચર્યા દ્વારા સૂચવાતી પત્નીની પ્રસન્નતા, પાર્ટી પતી ગયા પછીની નિરાંતની પળોમાં ખીલે છે. પતિને ‘શું ભેટ આપું’ એવો સવાલ પૂછી ઉત્તરમાં ચુંબનની માંગ થતાં તેને ઠેલીને ‘આવતે વર્ષે તું ચાર મહિનાનો પપ્પો હોઈશ’ કહીને પત્નીએ આપેલી સંતાન-ભેટ એમનાં પ્રસન્ન દાંપત્ય પર કલગી ચડાવે છે. વાર્તાના લાઘવયુક્ત સંવાદો ધ્યાન ખેંચે છે.
ર.