પુરુરાજ જોશી
શબ (પુરુરાજ જોશી; ‘સોનેરી માછલીઓનો સળવળાટ’, ૧૯૭૧) મરેલી કાશી ડોશી શબથી પૃથક્ થઈ સર્વવ્યાપી બની પોતાની આસપાસના માણસોની પોતા વિશેની વાણીચેષ્ટાઓને વક્ર રીતે નિહાળે છે, એનો સાક્ષીભાવ વાર્તાનો મુખ્ય નિરૂપણ વિષય છે. કટાક્ષ ક્યાંક ક્યાંક પ્રખર બન્યો છે.
ચં.