ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શીરાની મીઠાશ
Jump to navigation
Jump to search
શીરાની મીઠાશ
ઉષા શેઠ
શીરાની મીઠાશ (ઉષા શેઠ; ‘મારા ઘરને ઉંબરો નથી’, ૧૯૮૫) વાર્તાકથક યુવતી અનાથાશ્રમમાં ઊછરી છે. એ નાની-મોટી અનાથ છોકરીઓને વહાલથી સાચવે છે. એમાંની તનુજા ચાર વર્ષની થઈ ગઈ છે તેથી દત્તક લેનારાં દંપતી એને પસંદ કરતાં નથી. સંસ્થાના દંભી સંચાલિકા પૌલોમીબહેન, તનુજાને તે શીરો ખવરાવતાં હોય તેવો ફોટો પડાવે છે. એ વખતે કોળિયો મોંમાં મુકાય તેની રાહ જોતી તનુજા પૌલોમીબહેનની આંગળીએ બચકું ભરી લે છે. આ દૃશ્ય જોનારી વાર્તાકથક યુવતી કહે છે : ‘હું ડરપોક હતી, તનુજા બહાદુર નીકળી.’ અનાથઆશ્રમમાંની દાંભિકતાની પશ્ચાદભૂમાં બાલસહજ નીડરતા અને યુવાસહજ સંકોચ અહીં લાઘવથી આલેખાયાં છે.
ર.