ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શેતરંજનું પ્યાદું
શેતરંજનું પ્યાદું
હીરાલાલ ફોફલિયા
શેતરંજનું પ્યાદું (હીરાલાલ ફોફલિયા; ‘મારી સારી વાર્તાઓ, ૧૯૮૦) ઘવાયેલો જર્મન સૈનિક બ્રિમશે હોસ્પિટલમાં આખલા-પાડાના દ્વન્દ્રની એક વાર્તા વાંચે છે. જેમાં આખલો શરૂમાં જિત મેળવી અંતે પાડાથી પરાજિત થાય છે. આ પછી જર્મની - રશિયાના યુદ્ધમાં રશિયાના વળતા હુમલા વખતે બ્રિમશેને આ વાર્તા યાદ આવતાં રશિયન સૈનિકને હાથે મૃત્યુ પામે છે. વિદેશી વાતાવરણ વચ્ચે વાર્તા અંતર્ગત વાર્તાનો પ્રયોગ આકર્ષક બન્યો છે.
ચં.