ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શેષ પ્રહર

શેષ પ્રહર

મધુ રાય

શેષ પ્રહર (મધુ રાય; ‘રૂપકથા’, ૧૯૭૨) કશુંક કરી બતાવવા માટે, ધનિક કુટુમ્બની શારદાને ભગાડી જઈને લગ્ન કરતાં પહેલાં નાયકને પોતાની દુવૃત્તિનું ભાન થતાં તે શારદાને ઘેર પાછી મોકલે છે અને પોતે લેક્ચરરની નોકરી મેળવવા નંદુ સાથે લગ્ન કરી લે છે. ફરી મળવા આવેલી શારદા તરફ લલચાયેલો નાયક પ્રેમ તથા ખુદવફાઈપૂર્વક શારદાને ફરી પાછી વાળે છે. વાર્તામાંની સ્વપ્ન અને વાસ્તવની સહોપસ્થિતિ આસ્વાદ્ય છે.
ર.