ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શો જવાબ?
શો જવાબ?
સરોજ પાઠક
શો જવાબ? (સરોજ પાઠક; ‘વિરાટ ટપકું’, ૧૯૬૬) પ્રાચીએ પોતાના પાલિત નાના ભાઈ નિમ્મોને નઠારો હોવા છતાં સારા રૂપે રજૂ કર્યો હોવાથી એનો પતિ પોતાની બહેન માટે નિમ્મોની પસંદગી કરે છે પણ કુમળી નણંદને પ્રાચી દુઃખી નથી કરવા માગતી. આ આખી ઘટના પતિના પ્રશ્ન રૂપે અને સંચલનો રૂપે નાયિકાની અંદર જ કાલ્પનિક ભયથી ઊપસેલી વાર્તામાં આલેખાયેલી છે.
ચં.