ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શ્રાવણી મેળો

શ્રાવણી મેળો

ઉમાશંકર જોશી

શ્રાવણી મેળો (ઉમાશંકર જોશી; ‘શ્રાવણી મેળો’, ૧૯૩૭) શ્રાવણી મેળામાં અંબી સાથે હળેલો દેવો વીરચંદ શેઠના કરજની ધાકે છૂટો પડી નદીપૂર તરી ઘેર પહોંચે છે અને અંતે વીરચંદ શેઠની હત્યા કરે છે. મુખર હોવા છતાં દેવાની મનોગતિને આ વાર્તા આબાદ રીતે ઝીલી બતાવે છે.
ચં.