ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શ્વાસનળીમાં ટ્રેન

શ્વાસનળીમાં ટ્રેન

વીનેશ અંતાણી

શ્વાસનળીમાં ટ્રેન (વીનેશ અંતાણી; ‘હોલારવ’, ૧૯૮૩) સુષીનાં લગ્ન મદ્રાસ લેવાયાં છે. ત્યાં જવાની બધી તૈયારી થઈ ગઈ છે. વકીલાત કરતા આ છોકરાને સુષી પસંદ નહોતી કરતી ત્યારે સુષીના બાપુજીએ સુષીના મિત્ર એવા કથાનાયકની મદદ માગી હતી: ‘તું કહે, તારું માનશે.’ એણે કહ્યું અને સુષીએ, એની ઘણીબધી વાત માનતી એમ આ પણ માની લીધી. પરણવા જતી સુષીને રેલવે સ્ટેશને પહોંચાડીને વિદાય આપવાની હતી. ટ્રેન તો ગઈ પણ કથાનાયક ઊભો હતો ત્યાં જ ઊભો છે. કારણ? “જેમાં સુધી બેઠી હતી તે ટ્રેન હજી ગઈ નથી. એ ટ્રેન એની શ્વાસનળીમાં અટકી ગઈ છે." અવ્યક્ત અને અસફળ પ્રેમની વાત અહીં લાઘવપૂર્વક સંકુલ રીતે કહેવાયી છે.
ર.