ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સગપણનાં ફૂલ
Jump to navigation
Jump to search
સગપણનાં ફૂલ
અશ્વિન દેસાઈ
સગપણનાં ફૂલ (અશ્વિન દેસાઈ; ‘વિખૂટાં પડીને’, ૧૯૮૭) પાંચ પુત્રીઓમાંથી સૌથી તોફાની એવી મોનાને એક નિઃસંતાન દંપતીને દત્તક દેતાં એનાં માબાપ હળવાશ અનુભવે છે પણ કથાનાયિકા મોટી બહેને વેઠેલી વ્યથા, મોનાનાં પાલક મા-બાપ અકસ્માત-મૃત્યુ પામતાં આશ્વાસન આપતી વેળા પણ એટલી જ તીવ્રતાથી પ્રગટ થાય છે – એવું વસ્તુ ધરાવતી વાર્તામાં મોટી બહેનનો પ્રેમભાવ સરસ રીતે આલેખાયો છે.
ર.