ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સમસ્યા
Jump to navigation
Jump to search
સમસ્યા
મધુ રાય
સમસ્યા (મધુ રાય; ‘મધુ રાયની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૮૭) પચાસ રૂપિયાના પગાર વધારાવાળી નવી નોકરી કરીને ઘેર આવેલો કલાર્ક ઘર અને સ્વજનોની આજ સુધી અધૂરી રહેલી ઇચ્છાઓને સંતોષે છે. પડોશીને પણ પોતાની ખુશાલીમાં ભેળવે છે પણ ઘરના રંગઢંગ પૂરેપૂરા બદલે તે પહેલાં, પગાર વધારાનો જાદુઈ ચિરાગ તો સપનામાં જોયો છે – એવી કઠોર વાસ્તવિકતામાં શમતી આ વાર્તા, બે વિરોધમૂલક સ્થિતિની સહોપસ્થિતિથી રોચક બની છે.
ર.