ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સાચી ગજિયાણીનું કાપડું

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સાચી ગજિયાણીનું કાપડું

પન્નાલાલ પટેલ

સાચી ગજિયાણીનું કાપડું (પન્નાલાલ પટેલ; ‘ધરતી આભના છેટા’, ૧૯૬૨) દીકરીના આણા માટે શિવલાલ શેઠની પાસે સાચી ગજિયાણીનું કાપડું લેવા ગયેલા લખુડાના પ્રેમની વાતને પડછે શિવલાલના જમની સાથેના અવૈધ સંબંધના ભાવતંતુને વ્યંજનાથી ઉપસાવતી આ વાર્તા સામગ્રીના કલાત્મક આયોજનથી પ્રભાવક આકૃતિ નિપજાવે છે.
ચં.