ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સાજણ

સાજણ

ગોકુળદાસ દ્વારકાદાસ રાયચુરા

સાજણ (ગોકુળદાસ દ્વારકાદાસ રાયચુરા; ‘રાયચુરાની રસીલી વાર્તાઓ’, ૧૯૨૫) રતનપુરના યુવાન દરબાર રામસિંગ દુકાળના કપરા વર્ષ દરમિયાન દરરોજ રાત્રે વેશ બદલી પ્રજાની સ્થિતિનો અભ્યાસ કરવા નીકળે છે, એમાં ખેડૂત રામદેઈચુડાની દીકરી સાજણ પર નજર બગાડી વિઘોટી માફ કરવા ઇચ્છતા ભ્રષ્ટ અધિકારી દાજીરાજને પાઠ ભણાવે છે. વાર્તામાં કુતૂહલ ઊભું કરે એવું વસ્તુગ્રથન થયું છે.
ચં.