ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સોનેરી પંખી
સોનેરી પંખી
‘ધૂમકેતુ’
સોનેરી પંખી (‘ધૂમકેતુ’; તણખા મંડળ-૧, ૧૯૨૬) પંખીનો શિકારી સોહન ભગવાન બુદ્ધના ઉપદેશથી સાધુ થઈ હિમાલય જઈ વસે છે. જીવનસાથી ખોઈ બેઠેલા સોનેરી પંખીનું વિરહ ગાન સાંભળી તે પૂર્વજીવનની સખી વારાંગનાને મળવા જાય છે. બૌદ્ધ સાધુ બનેલા સોહનને, તે ન ઓળખવા જેવું કરી પાછો વાળે છે. વિયોગી સોનેરી પંખીને મળવાનો સોહનનો તલસાટ વાર્તાનું કેન્દ્રબિંદુ બને છે.
ર.