ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સૌ સૌનો ધરમ

સૌ સૌનો ધરમ

દુર્ગેશ શુક્લ

સૌ સૌનો ધરમ (દુર્ગેશ શુક્લ; ‘ગુજરાતી ટૂંકી વાર્તા’, સં. મનસુખલાલ ઝવેરી, ૧૯૬૦) તાપણાના ઈંધણના અભાવે ટાઢમાં થથરતાં અને મૃત્યુ માગતાં ડોસાડોસી, ભિખારી રતન અને મોહનના પ્રેમસંબંધમાં પોતાનો પૂર્વાશ્રમ જોઈ વાત્સલ્યભાવે ફરી જીવન તરફ વળે છે – એવું કથાનક થોડીક અસંગત વીગતોમાં અટવાયું હોવા છતાં અહીં માર્મિક બન્યું છે.
ચં.