ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/હ/હરિની હોડી

હરિની હોડી

વનુ પાંધી

હરિની હોડી (વનુ પાંધી, ‘આવળબાવળ’, ૧૯૭૯) હરિ, સોના અને પ્રભુ-ખારવાનું આખું કુટુંબ હોડીફેરા પર નભતું હતું. મોટું વહાણ લઈ મોટા દરિયામાં જવાની એની ઇચ્છા હતી પરંતુ મશીનવાળી લોંચ આવી જતાં એની રહીસહી કમાણી પણ ઝૂંટવાઈ જાય છે. સમુદ્રકાંઠાના પરિવેશનું નિરૂપણ વાર્તાને નવું પરિમાણ આપે છે.
ચં.