ગુજરાતી નારીસંપદા : કવિતા/તો જ કદાચ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
તો જ કદાચ

નૂતન જાની

ડૂબતી નાવ જોઈને
તરતા શીખવાનું મન થાય છે
ખરતા તારા સાથે
ઊગી નીકળેલી વનઝંખા
ઘસાઈ-ઘસાઈને બુઠ્ઠી થઈ જાય
તે પહેલાં
સમેટી લેવી છે આંખોની કીકીમાં,
સીંચી લેવી છે ખોબોક જળથી.
સતત કચડાયા કરતી ધૂળને
વીખેરી દેવી છે ચોમેર.
ગગનમાં પાંખો ફેલાવી દેવી છે
રિક્ત થઈ.
આ બધું કરી શકું
તો જ કદાચ
આવતી કાલ માટે જીવી શકું.

***