જાગૃતિ ફડિયા
⯐
એક નાનકડી સુંદર ડાયરીમાં તારું ફક્ત મારે માટે જ કંઈક લખવું અને મને આપીને કહેવું કે વાંચીને ફાડી નાંખજે એવું જ નથી શું જિદગીનાં થોડાં જ વર્ષોના સહવાસમાં સ્પંદનોનાં સાથિયા પૂરી તારું આમ મને છોડી ચાલ્યા જવું? પાનાં તો ફાડી શકીશ તુજથી છેડો કેમ ફાડીશ?
***