ગુજરાતી નારીસંપદા : કવિતા/લોકડાઉન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
લોકડાઉન

ઊર્મિ પંડિત

જો...
રિવર્સમાં ચાલે... આજનો
સમય...
૧૭ વર્ષની હું...
૧૮ વર્ષનો તું...
સામસામેની બાલ્કની...!
વચ્ચેથી વહેતાં, કલાકોના
કલાકો...
ન તાપ, ન ટાઢ, ન વરસાદ...!
ન ભૂખ, ન તરસ, ન ઊંઘ!!
બસ તું અને હું...
હું અને તું...
તો પછી...
ભલેને...
લંબાયા કરે...
આ lockdown!!!

***