ગુજરાતી બાળવાર્તા સંપદા/પરીરાણીના દેશમાં

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પ્રકાશ કુબાવત

કિશોર વ્યાસ

રોજ રાત્રે સુતી વખતે જાનવી વિચારતી કે, ‘પરીઓનો દેશ કોવ હશે ?’ પરીનો દેશ જોવા મળે તો કેવી મજા આવી જાય ! અને ખરેખર એક વખત પરી આવીને જાનવીને તેના દેશમાં લઈ ગઈ. પરીનો દેશ જોઈને તે તો અચંબિત તઈ ગઈ. ઠેર-છેર ફૂલોના બગીચા, ચોપાસ વહેતાં ઝરણાં, મોટી મોટી અને લાંબી શુદ્ધ નદીઓ, છટાદર વૃક્ષો અને તેમાં બીક વગર વિહરતાં પ્રાણીઓ. બધી જગ્યા નયન મનોરમ્ય અને ચોખ્ખી. પરીનો દેશ જાનવીને એટલો ગમી ગયો કે ન પૂછો વાત ! પરી દાનવીને કહે કે, ‘મને તારો દેશ નહિ દેખાડે ? બધા ભારતના બહુ વખાણ કરે છે, મારે તારે દેશ જોવા છે હા..હા..ચોક્કસ. તમે મારો દેશ જોવા આવો. મારા દેશમાં ઘમા જોવા લાયક સ્થળો છે. હું તમને બધા બતાવીશ.’ જાનવી ઉત્સાહથી બોલી. અને સાચે જ પ૨ી અને જાનવી પૃથ્વી પર પહોંચ્યા. પણ આ શું ? પરીને સીધો જ આંચકો લાગ્યો. પરી કહે, ‘હજુ પણ અમુક લોકો શૌચક્રિયા ખુલ્લામાં જ કરે છે ? એ તો ખૂબ ગંદી આવત કહેવાય.’ જાનવી બિચારી શો જવાબ આપે ? ‘હાલો હું તમને અમારી ગંગા નગી બતાવું. તે તમને ખૂબ ગમશે.’ જાનવી ફરી ઉત્સાહથી બોલી. ‘ગંગા નદીમાં જેવી પરીએ ડૂબકી મારી તેવી તરત જ તે બહાર નીકળી ગઈ.’ પાણી તો ખૂબ ગંદું છે. અમારી નદીના તમે કેવા બેહાલ કરી નાખ્યા ? તે બોલી ઊઠી. ‘હાલો હવે હું તમને તાજમહેલ દેખાડું, તે ખૂબ જ પ્રસિદ્ધ છે.’ જાનવી બોલી. તાજમહેલ જોવા પરી અને જાનવી દિલ્હી ઉપરથી ઊડતાં હતાં ત્યાં પરી બોલી ઊઠી, મારાથી શ્વાસ નથી લેવાતો. મને મૂઝારો થાય છે. કારખાનાના ધુમાડાનું કેટલું બધું પ્રદૂષણ છે ? માંડ માંડ તે આગ્રા પહોંચ્યાં. જાનવીને હવે કશું જ બતાવવાની ઈચ્છા ન થઈ. ક્યાં પરીઓનો દેશ અને ક્યાં આપણો દેશ ! તે કહે, ‘તારા દેશને પણ મારા દેશ જેવો બનાવવો છે ? તો હું કહું તેમ તારે કરવું પડશે.’ પરી જાનવીના મનોભાવ પામી ગઈ. પરીના વાત સાંભલી જાનવી ઉત્સાહમાં આવી ગઈ. જો મારે દેશ તમારાં દેશ જેવો થતો હોય તો હું કંઈ પણ કરવા તૈયાર છું.’ જાનવી બોલી. ‘બાળકો એ આવતી કાલનું ભવિષ્ય છે. જો તમે નક્કાર પગલાં ભરશો તો, થોડા સમય પછી સાચે જ તમારો દેશ અમારા દેશ જેવો થઈ જશે.’ પરી બોલી. ‘તમે વિસ્તારથી સમજાવો.’ જાનવી બોલી. તો સાંભળ, તમારે ક્યારેય ખુલ્લામાં શૌચક્રિયા કરવી નહીં. નદી, નાળા, તળાવનાં પાણીમાં ક્યારેય કચરો નાખવો નહિ. પ્લાસ્ટિકનો ઉપયોગ શક્ય એટલો ઓછો કરવો. વાયુનું પ્રદૂષણ ઘટાડવા વધારેમાં વધારે વૃક્ષો વાવવા.’ આ વાત હું તને એકને કહું છું. તું તારા માતા-પિતા અને શાળાના અન્ય બાળકોને કહેજે. બધા બાળકો એકબીજાને અને પોતાના માતા-પિતાને વાત કરશે. આવી રીતે એક કડી બનશે. તમે બધા પર્યાવરણને બચાવવાના સાચા દિલથી પ્રયત્ન કરજો. જો પછી કમાલ ! ખરેખર ટૂંક સમયમાં ભારત સ્વર્ગ જેવું થઈ જશે. પરી શિખામણ આપતાં બોલી. ‘હવે ફરી બીજી વખત તને આવો ત્યારે હું તમને નિરાશ નહીં કરું. મને જેટલો તમારો દેશમાં આનંદ વ્યો, એટલો જ આનંદ હું તમને અહીં કરાવીશ. જાનવી ઉત્સાહથી બોલી. ‘ચાલ ઉઠ સવાર થઈ ગઈ. નિશાળે નથી જવું ? કેમ આટલું બધું હસે છે ?’ જાનવીના મમ્મી બોલ્યાં. હવે જાનવી સપનામાંથી જાગી ગઈ. પણ તેને પરીની શિકામણ યાદ રહી ગઈ. હરખાતા હૈયે પરીની વાત માતા-પિતાને અને શાળાના બાળકોને કહેવા તે જલ્દીથી તૈયાર થઈ ગઈ.