ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/નાટ્ય વિવેચન

૨ ગ. નાટ્યવિવેચન

ઇતિહાસ (સ્વરૂપવિકાસ) અને વિવેચન
ચોક્સી, મહેશ હીરાલાલ, ૧૯૩૧–
શીર્ષક : ગુજરાતી નાટ્યસાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ
માર્ગદર્શક : ધીરુભાઈ પી. ઠાકર
ગુજરાત, ૧૯૬૨. પ્રકા. ૧૯૬૫, પૃ. ૪૪૨.
ગુજરાતી નાટકના ઉદ્ભવ અને વિકાસનું સર્વાંગીણ અધ્યયન કરવામાં આવ્યું છે. ગુજરાતી નાટ્યસાહિત્યનું રેખાદર્શન કરાવ્યું છે. ચંદ્રવદન મહેતાએ છેલ્લાં સો વર્ષની ગુજરાતી રંગભૂમિનું ઉડતું અવલોકન કર્યું છે. અહીં નાટ્યપ્રવૃત્તિ અને પ્રવૃત્તિ, નાટ્ય સ્વરૂપ, નાટ્યરચના, લોકનાટક, વ્યવસાયી રંગભૂમિ, પ્રથમ નાટકો, પ્રથમ નાટકકારો, સમન્વયી નાટકકાર, શિષ્ટ નાટક, કવિનાં નાટકો, અર્વાચીન અગ્રણી શ્રી કનૈયાલાલ મા. મુનશી, નટ નાટ્યકાર ચંદ્રવદન મહેતા, સાહિત્ય
અને બાળનાટક, એકાંકી : પ્રસ્થાન, પ્રથમ દશકો ૧૯૩૦-૪૦, પદ્ય નાટક, ભરત નાટ્યમ વગેરેનો અભ્યાસ થયો છે.

યાજ્ઞિક, અસ્મિતા એચ.
શીર્ષક : ગુજરાતી સાહિત્યનાં સ્વાતંત્ર્યોત્તર નાટકો
માર્ગદર્શક : જનકભાઈ હ. દવે, મુંબઈ, ૧૯૮૧
નાટ્યશાસ્ત્ર અને સંસ્કૃત નાટકો, જૂની ગુજરાતી રંગભૂમિ, ગુજરાતી નાટ્યક્ષેત્રે સંસ્કૃત-પાશ્ચાત્ય નાટ્યપ્રકારની અસર, સ્વાતંત્ર્ય પહેલાં અને પછી ગુજરાતી નાટ્યકારો (ચં. ચી. મહેતા, મુનશીથી મધુ રાય), એકાંકી અને એકાંકીકારો, પદ્યનાટક, રેડિયો નાટક, બાળનાટક, અનુવાદો, સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નાટકોમાં મહાનવસંબંધો, નાટકનાં તત્ત્વો, ઉપસંહાર.

શાહ, મહેશ ચંપકલાલ (૧૯૫૧-)
શીર્ષક : નાટકમાં ભાષા- નાટકની ભાષા (આધુનિક યુગમાં સન ૧૯૭૨થી ૧૯૯૨ના સમયગાળા દરમ્યાન પ્રકાશિત પૂર્ણ લંબાઈના પ્રમુખ ગુજરાતી નાટકોના પ્રત અને પ્રયોગોના સંદર્ભમાં)
માર્ગદર્શક : લવકુમાર એમ. દેસાઈ
એમ. એસ. યુનિ. ૧૯૯૫, પૃ. ૭૬૦
આ શોધપ્રબંધમાં નાટક ‘તિરાડ’નું મંચવિભાજન અને સમાંતર દૃશ્ય, ‘કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો?’ કોર્ટનું પાંજરું, પબ્લિક ટેલિફોન બોક્સ, નેતરની ખુરશી અને ફ્લેશબૅક. સિકંદર સાની - આંતરનાટક અને આયનાની આદમકદ ફ્રેમ, સુમનલાલ ટી. દવે - એલિયેનેશનની પ્રયુક્તિ અને સૂત્રધારની ભૂમિકા, ‘પીળું ગુલાબ અને હું’ - નાટકમાં નાટક અને સ્ત્રી નિર્માતાનું પાત્ર જાલકા - ભવાઈના લહેજાલહેકા અને દેશીનાટકની છબછબ રાઈનો દર્પણરાય- કોરસ, જોડિયું પાત્ર અને ઘટનાલોપ કેમ મકનજી ક્યાં ચાલ્યા? - કૃષ્ણસુદામાનું પુરાકલ્પન અને પરંપરાશીલ મોજીલા મણિલાલ - યમવિષ્ણુની કપોલકલ્પના ને રમતિયાળ નાટ્યભાષાનો સમાવેશ કરેલ છે.

એકાંકી
ચૌધરી, મધુ
શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર હિંદી ઔર ગુજરાતી એકાંકીઓ કા તુલનાત્મક અધ્યયન
(હિંદી), દિલ્હી, ૧૯૭૫

ભટ્ટ, રમીલાબેન હિંમતરામ
શીર્ષક : ઉમાશંકર જોશી, જયંતિ દલાલ અને ચુનિલાલ મડિયાનું ગુજરાતી એકાંકી ક્ષેત્રે પ્રદાન.
માર્ગદર્શક : સતીશ વ્યાસ
ગુજરાત, ૧૯૯૭
પ્રથમ પ્રકરણમાં એકાંકીના સ્વરૂપ - વિકાસનો ખ્યાલ આપી સંશોધકે પછીનાં ત્રણ પ્રકરણોમાં ઉમાશંકર, દલાલ અને મડિયાની એકસો એક રચનાઓનો સ્વરૂપલક્ષી અને આસ્વાદલક્ષી પરિચય કરાવ્યો છે. અંતિમ પ્રકરણમાં ત્રણે સર્જકોની વિશેષતા દર્શાવી તુલના કરી છે અને ગુજરાતી એકાંકી ક્ષેત્રે તેમનું પ્રદાન સ્પષ્ટ કર્યું છે.

ભાવસાર, મફતલાલ અંબાલાલ, ૧૯૩૪-
શીર્ષક : ગુજરાતી સાહિત્યમાં એકાંકીનું સ્વરૂપ-ઉદ્ભવ અને વિકાસ
માર્ગદર્શક : મોહનભાઈ પટેલ, ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૭૫.
પ્રકા. ‘એકાંકી : સ્વરૂપ અને વિકાસ’, ૧૯૭૭, પૃ. ૪૧૬
આ મહાનિબંધમાં ૧૨ પ્રકરણો અપાયાં છે. નાટકના ઉદ્ભવથી માંડીને આજસુધીનાં અદ્યતન નાટકોનાં ઘડતર, વિકાસ, ઘટકો, પરિવર્તનો વગેરેનો અભ્યાસ છે. ભારતીય તેમજ પાશ્ચાત્ય એકાંકીનું સ્વરૂપ, એકાંકી અને અન્ય સાહિત્ય સ્વરૂપો, એકાંકીનાં તત્ત્વો, એકાંકીના પ્રકારો અને ૧૯૩૧થી માંડીને ૧૯૪૭ સુધીનાં એકાંકીનો અભ્યાસ અહીં સુંદર રીતે થયો છે.

શેખ, અબ્દુલરશીદ અબ્દુલગફાર
શીર્ષક : હિંદી-ગુજરાતી એકાંકી કા વિકાસાત્મક અધ્યયન.
ગુજરાત, ૧૯૭૮

પદ્યનાટક
જૈન, ગીતા
શીર્ષક : આધુનિક હિંદી ઔર ગુજરાતી કે ગીતિનાટ્ય
(હિંદી), દિલ્હી, ૧૯૮૪

પ્રસંગ નાટકો
દ્વિવેદી, ડી. બી.
શીર્ષક : ગુજરાતી સાહિત્યમાં પ્રસંગ નાટકો : એક વિવેચનાત્મક અભ્યાસ, ૧૯૭૫ સુધી.
માર્ગદર્શક : જયંત વ્યાસ
ભાવનગર, ૧૯૮૮

બાળ નાટક
પટેલ, જયંતિલાલ કાલિદાસ, ૧૯૨૪
શીર્ષક : હિંદી-ગુજરાતી બાળનાટકો કા તુલનાત્મક અધ્યયન : રંગશિલ્પ ઔર બાળમનોવિજ્ઞાન કે પરિપ્રેક્ષ્યમેં, ૧૮૦૦ સે ૧૯૯૨
(હિંદી), ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૮૮

ભવાઈ
દેસાઈ, સુધા રમણલાલ, ૧૯૨૪
શીર્ષક : ભવાઈ : પ્રાચીન ભારતીય નાટ્યકલાનું એક મધ્યકાલીન સ્વરૂપ
ગુજરાત, ૧૯૫૫, પ્રકા. ૧૯૭૨, પૃ. ૬૧૦

મૅલૉડ્રામેટિક (અતિ નાટક)
નાયક, ભરત મગનલાલ, ૧૯૪૪
શીર્ષક : ઍસ્થેટિક્સ ઑફ ધ મૅલૉડ્રેમૅટિક વીથ રેફરન્સ ટુ ધ ગુજરાતી નૉવેલ
માર્ગદર્શક : સુરેશ જોશી
(અંગ્રેજી) એમ. એસ. યુનિ., ૧૯૮૨-૮૩

રંગભૂમિ
ટેવાણી, શૈલેષકુમાર પ્રેમશંકર
શીર્ષક : નવોદિત ગુજરાતી રંગભૂમિનાં નાટકો
માર્ગદર્શક : ભાનુપ્રસાદ પંડ્યા
સૌરાષ્ટ્ર, ૧૯૮૬. પૃ. ૭૪૮
પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકશ્રીએ આરંભમાં નાટકના મૂળ અને કુળની વાત કરી છે. ત્યારબાદ આધુનિક નાટક : તત્ત્વ અને તંત્ર, પ્રથમ ગુજરાતી એબ્સર્ડનો તુલનાત્મક અભ્યાસ રજૂ કર્યો છે. ગુજરાતી અવેતન રંગમંચના એકાંકી : પ્રથમ દશકો (મિશ્રફળનો દસકો)ની વાત આલેખી છે. ઈ.સ. ૧૯૬૬થી ૮૧ના સમયની દીર્ઘનાટકોની સંશોધનાત્મક સમીક્ષા ૧ અને દીર્ઘનાટકોની સંશોધનાત્મક સમીક્ષા ૨ સંશોધકે આલેખી છે. અને તેના પરથી છેલ્લા દોઢદાયકાના અવેતન રંગમંચના નાટકોનું સમગ્રદર્શન, તારણ, નિષ્કર્ષ પ્રતિપાદન રજૂ કર્યું છે. મહાનિબંધના અંતે પરિશિષ્ટમાં બે ઉત્તમનાટ્યકૃતિઓ આલેખી છે જેમાં (૧) હુકુમ માલિક (૨) દીવાલ અને નાટ્યકૃતિઓની ભજવણીની તારીખો રજૂ કરી છે.

યાજ્ઞિક, રમણલાલ કનૈયાલાલ, ૧૮૯૫-૧૯૬૦
શીર્ષક : ઇંડિયન સ્ટેઈજ : ઇટ્સ ઑરિજિન ઍન્ડ ડેવલપમેંટ અંડર યુરોપિયન ઇન્ફ્લુએન્સ, વીથ સ્પેશીયલ રેફ૨ન્સ ટુ વેસ્ટર્ન ઇન્ડિયા
લંડન યુનિ. ૧૯૩૦-૩૧

શાસ્ત્રી, કનૈયાલાલ ચુનીલાલ, ૧૯૪૪
શીર્ષક : પારસીઓનો ગુજરાતી રંગભૂમિમાં ફાળો.
એમ. એસ. યુનિ., ૧૯૭૬

રેડિયો નાટક
જોશી, વિનોદ હરગોવિંદ, ૧૯૫૫
શીર્ષક : રેડિયોનાટક : શિલ્પ અને સર્જન
માર્ગદર્શક : ઈશ્વરલાલ દવે
સૌરાષ્ટ્ર, ૧૯૮૦, પૃ. ૫૩૯
પ્રકા. ‘રેડિયોનાટક : સ્વરૂપ સિદ્ધાંત’, ૧૯૮૫, પૃ. ૧૩૮
પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકે રેડિયોનાટક -શ્રાવ્યકલા તરીકે કેટલું મહત્ત્વ ધરાવે છે તે દર્શાવી તેની તખ્તા, ફિલ્મ અને ટેલિવિઝન નાટકના સંદર્ભમાં કલાપ્રકાર તરીકે સીમાઓ અને શક્યતાઓ દર્શાવી છે. ત્યારબાદ સંશોધકે રેડિયોનાટકનું શિલ્પ તરીકે મહત્ત્વ બતાવ્યું છે અને રેડિયો નાટકનાં પ્રકારોની વિગતે વિસ્તૃતતા વર્ણવી છે. મહાનિબંધનાં અંતમાં સંશોધકે રેડિયોનાટકનું લેખન અને પ્રસ્તુતિકરણ બતાવી ગુજરાતી રેડિયો નાટ્ય સાહિત્યનાં વિવિધ ઉન્મેષ વર્ણવ્યા છે અને મહાનિબંધની સમાપ્તિ કરી છે.

સમાજ નિરૂપણ
મહેતા, પ્રફુલ્લ નર્મદાશંકર, ૧૯૩૬–
શીર્ષક : અર્વાચીન ગુજરાતી નાટકોમાં સમાજ-નિરૂપણ : સ્વાતંત્ર્ય પ્રાપ્તિના વર્ષ સુધી
માર્ગદર્શક : મધુસૂદન પારેખ, ગુજરાત, ૧૯૮૩-’૮૪
આ મહાનિબંધમાં અંગ્રેજી રાજ્ય અમલ - નવજીવનનો આધાર, પશ્ચિમી વિચારોનો અભાવ જેવી ભૂમિકા બાંધી અર્વાચીન સાહિત્ય અને સમાજસુધારાનું નિરૂપણ થયું છે. ગુજરાતી સાહિત્યમાં નાટકનો ઉદ્ભવ - દલપતરામનાં બે નાટકોનો સમાવેશ થયો છે. પ્રથમ મૌલિક નાટક ‘ગુલાબ’ એમાં નિરૂપિત સામાજિક પ્રશ્ન, નવલરામ પંડ્યાના બે નાટકો, સમાજસુધારક નાટ્યકાર રણછોડભાઈ, ૧૯મી સદીનાં થોડાંક પ્રકીર્ણ નાટકોનો નિર્દેશ, પારસી નાટકોમાં સમાજ નિરૂપણ, રમણભાઈ નીલકંઠ કૃત ‘રાઈનો પર્વત’, કવિ નાનાલાલનાં નાટકોમાં સમાજદર્શન, ૨૦મી સદીનાં થોડાં પ્રકીર્ણ નાટકો, મુનશીનાં નાટકોમાં અર્વાચીન સમાજનો ચિતાર, ચંદ્રવદન મહેતાના નાટકોમાં સમાજ નિરૂપણ અને વ્યવસાયી રંગભૂમિનાં નાટકોમાં સમાજ ચિત્રનો અભ્યાસ થયો છે.

સંસ્કૃત નાટક
દેસાઈ, કુરંગી શિરીષચંદ્ર, ૧૯૨૧
શીર્ષક : ગુજરાતીમાં સંસ્કૃત નાટક.
એસ. એન. ડી. ટી., ૧૯૭૨

સામાજિક નાટક
દવે, જગદીશ જે.
શીર્ષક : ગુજરાતી અને મરાઠી સામાજિક નાટકોનું (૧૮૫૦થી ૧૯૦૦) તુલનાત્મક અધ્યયન
માર્ગદર્શક : ઈશ્વરલાલ દવે
સૌરાષ્ટ્ર, ૧૯૮૨-૮૩. પૃષ્ઠ સંખ્યા : ૬૨૧
પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકશ્રીએ આરંભમાં નાટ્યપ્રભાત પૂર્વેનું ઉષાગાન વર્ણવી ગુજરાતી સામાજિક નાટકોની તબક્કાવાર વાત આલેખી છે. જેમ કે પ્રથમ તબક્કો ઈ.સ. ૧૮૫૧થી ૧૮૬૦, બીજો તબક્કો ઈ.સ. ૧૮૬૧થી ૧૮૭૦ની વાત કરી છે.
સંશોધકે મહાનિબંધમાં ત્યારબાદ મરાઠી સામાજિક નાટકોનું તબક્કાવાર આલેખન કર્યું છે. આપણે ઉપર જોયું તે મુજબ પ્રથમ તબક્કો ૧૮૫૧થી ૧૮૬૦. બીજો તબક્કો ઈ.સ. ૧૮૬૧થી ૧૮૭૦નાં મરાઠી સામાજિક નાટકોની વાત કરી છે. મહાનિબંધનાં અંતે મરાઠી સામાજિક નાટકો અને ગુજરાતી સામાજિક નાટકોમાંથી અલગ-અલગ તારણો તારવી તેની તુલનાત્મકતા વર્ણવી છે.

સ્ત્રીપાત્રો
પટેલ, કપિલા નરોત્તમદાસ
શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર મૌલિક-સામાજિક દીર્ઘનાટકોમાં સ્ત્રીપાત્રો,
માર્ગદર્શક : ચંદ્રકાંત શેઠ, ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૯૬
ગુજરાતી સાહિત્યના ઈ.સ. ૧૯૪૭થી ૧૯૯૦ સુધીનાં મૌલિક-સામાજિક નાટકો અહીં પસંદ થયેલાં છે. અહીં અભ્યાસનો મુખ્ય વિષય નારીજીવન છે. ચાર પ્રકરણોમાં નાટકમાં નારીની ભૂમિકા, નાટકમાં નારી પાત્રનું મહત્ત્વ અને નાટકોમાં નારીનું ચરિત્ર-ચિત્રણ વગેરે, ‘એક નારી જ નારીને સમજી શકે’ એ ન્યાયે નારી જીવનનાં ફૂટપ્રશ્નોની નાટકમાં ભૂમિકા શું છે તેનો અભ્યાસ અહીં થયેલો છે.

હાસ્ય નિરૂપણ
મહેતા, જયા, ૧૯૩૨-
શીર્ષક : ગુજરાતી કવિતા અને નાટકમાં હાસ્યવિનોદ ઈ.સ. ૧૯૯૦ સુધી; અખો, પ્રેમાનંદ, શામળ, દલપતરામ અને નવલરામના વિશેષ અભ્યાસ સાથે.
એસ. એન. ડી. ટી., ૧૯૭૩

હિંદી-ગુજરાતી
ઉપાધ્યાય, રણધીર વિશ્વનાથ
શીર્ષક : હિંદી ઔર ગુજરાતી નાટ્યસાહિત્ય કા તુલનાત્મક અધ્યયન (હિંદી), રાજસ્થાન ૧૯૬૨, પ્રકા. નેશનલ પબ્લિસીંગ, દિલ્હી, ૧૯૬૬, પૃ. ૩૮૮